Monday, April 13, 2015

દેશી હિસાબ

:દેશી હિસાબ:

છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી, છતાં એમણે જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો.  📕📊

સાંજે જે ગલ્લો આવે એમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા, શાકવાળા,દૂધવાળાના હિસાબ ચૂકવી દેતા.

"બાપા"ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાં દાખલ થતાં કહ્યું...

"આ તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો ?‼ ચોપડા વગર તમને કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે ?‼"

"જો બેટા, હું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતિએ આવ્યો હતો...

આજે તારો ભાઈ ડૉક્ટર છે.
તારી બહેન વકીલાત  કરે છે ને તું ચાર્ટર્ડર્ડ એકાઉન્ટન્ટ થયો...."

"પણ બાપા, એમાં..."

"આજે આપણી પાસે મોટર  છે. રહેવાનો આપણો ઓનરસિપનો ફ્લેટ  છે. બધી વહુઓને દાગીના છે ને આ હોટેલ છે.

એ બધાનો સરવાળો કર..
અને...
એમાંથી "ધોતિયું" બાદ કર...

જે આવે તે નફો.."

No comments:

Post a Comment